ઘરથી દૂર** ભારતમાં**૪

4,071 Man Carrying Books Stock Photos, Pictures & Royalty-Free Images - iStock
mungi

ભારત દર વર્ષે જવું ગમતું હતું. જતી પણ હતી. ૨૦૨૦ના માર્ચથી “કોરોના’એ

કહેર મચાવ્યો ત્યાર પછી પહેલી વાર ગઈ. કોઈ પ્રસંગ ન હતો. બસ માર બન્ને

મોટાભાઈ જે તબિયતમાં નરમ ગરમ રહે છે તેમને મળવા જવાનો અંતરમાં

ઉમળકો ઉભરાયો. બને ત્યાં સુધી અંતરનો અવાજ સાંભળવાની આદત છે.

તેને અવગણવો ગમતો નથી.

ફેબ્રુઆરીમાં બિમાર મોટી બહેનને મળવા જવું હતું. ૧૨મી ફેબ્રુઆરીની ટિકિટ

પણ આવી ગઈ હતી. ત્યાં અચાનક ૪ ફેબ્રુઆરીએ મોટી બહેને સંસાર ત્યાગ્યો.

મોટી બહેન ૧૦ વર્ષ મોટી હતી. મોટાભાઈ ૮ વર્ષ અને બીજો મોટોભાઈ બે વર્ષ

મોટો છે. એમને મળ્યાનો હૈયે પરમ સંતોષ છે.

આજે એક સરસ પ્રસંગ જણાવીશ. આણંદથી મુંબઈ ટ્રેનમાં આવતી હતી. મુંબઈની

બસ અને ભારતની ટ્રેનમાં મુસાફરી કરવી હજુ પણ ખૂબ ગમે છે. ટ્રેનમાં ચા પીવાની,

સિંગદાણા ફાકવાના મજા આવે.

ભારતમાં ટ્રેનમાં મુસાફરી કરવા જેવી છે. જાત જાતની વસ્તુઓ વેચવાવાળા ફેરિયા

જોવા મળશે. ખાવા પીવાથી માંડી રમકડા કેપછી ઘરવખરીની વસ્તુઓ. ત્યાં

અચાનક મારી સમક્ષ ચોપડી પાછળથી મોઢું કાઢેલો માણસ દેખાયો. તમે નહી માનો

ઓછામાં ઓછી ૨૫ પુસ્તકોનો કુતુબ મિનાર લઈને ચાલતો હતો. મારી બાજૂવાળા

બહેને એક બે ચોપડી જોઈ. પણ ખરીદી નહી. એનું મોઢા પર નિરાશાની વાદળી

જણાઈ.

ચિત્રમાં વ્યક્તિ પુસ્તકાલયમાં છે, પેલો પુસ્તક વેચવાવાળો ચાલુ ટ્રેને આનાથી

પણ વધારે પુસ્તકોનો કુતુબ મિનાર લઈને વેચવા આવ્યો હતો. આંખ એ દૃશ્યને

માણી રહી હતી. એનો પુસ્તક પ્રેમ અને વેચવાની ધગશ બંને દાદ માગી લે તેવા

હતાં. માણસને પૈસા કમાવા હોય તો હજાર રસ્તા છે. બસ તમારામાં કામ કરવાની

તૈયારી હોવી જોઈએ. જીવનમાં કોઈ પણ કાર્ય નાનું નથી એ મંત્ર યાદ રહે.

મારે એક પણ પુસ્તક ખરીદવું ન હતું. પણ એને જે રીતે પુસ્તક વેચતા જોયો તો

ધંધો આપવા એક પુસ્તક લીધું. મને થયું મારો પૌત્ર વાંચશે. તમે નહી માનો મારા

પુસ્તક ખરીદ્યા પછી આજુબાજુવાળાઓએ પુસ્તક ખરીદ્યા. લગભગ પાંચથી

છે પુસ્તક વેચાયા.

પુસ્તકનો મિનારો એક ખાલી જગ્યા પર મૂકી બધાને પૈસા છુટ્ટા આપવામાં

લીન થઈ ગયો. વાતચીતનો દોર લંબાવવા મેં પૂછ્યું, ‘તમને કેટલા પૈસા એક

પુસ્તક પર મળે છે’ ?

“૫૦ રુપિયા”. મને ખરેખર આનંદ થયો. જુવાનિયા નોકરી મળતી નથી કરીને

સરકારને અપશબ્દ કહે છે, ત્યારે થાય જો પૈસા કમાવા હોય તો હજાર રસ્તા છે.

તમને ખબર છે, ‘શ્રી ધીરુભાઈ અંબાણીને સાઈકલ પર બેસી મીઠું વેચતા મેં નજર

સમક્ષ જોયા છે.’

ભારતના ખાટા મીઠા અનુભવ લખીને મને સંતોષ થાય છે. આશા છે તમને ગમશે.

3 thoughts on “ઘરથી દૂર** ભારતમાં**૪

 1. ૧૯૨૦ના માર્ચથી “કોરોના’એ કહેર મચાવ્યો !
  આણદની વાતે સ્ટેશન પર વેચાતા કેસરી ગૉટા યાદ આવ્યા.અને HMV GRAMOPHONE RECORD વાગતી હોય-‘ ઈ તારા ભજીયામા ભડકો મેલ આ સિટી વાગી અને ગાડી ઉપડી, અમારા સુરતના પ્લેટફોમ પર પૂ દાદા ભગવાનને સનાતન ધર્મના ગુઢ રહસ્યો સમજાયા હતા.
  ‘ધંધો આપવા એક પુસ્તક લીધું. ‘વાત ગમી.પુસ્તક પસ્તી માં વેચવા નહિ વારસામાં આપી જવા માટે હોય છે હું પુસ્તકો માં જન્મી છું અને અમે હજુ પણ માનીએ કે પુસ્તક પસ્તી વેચવા માટે હોતું નથી વહેંચવા માટે હોય છે.વૃદ્ધ જનો માટે પાછલી અવસ્થામાં પુસ્તકો એમની એકલતાને અને અંગત સમસ્યાઓને ભૂલવા માટે બહુ જ જરૂરી હોય છે એ નવી પેઢી ભૂલી જાય છે. આપણે જરુર પુસ્તકોને ખરીદવા અને પુત્ર અને પૌત્રને જ્ઞાન ગંગા સમાં પુસ્તકોની મહત્તાની પ્રતીતિ કરાવવી.
  અને
  કેમ કરીને ભૂલાશે ઓ-મુંબઇ
  મેં પણ કોક દન કરીતી પ્રીત.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: