યોગ સાધના—-૧૦

યોગ સાધના—-૧૦

સૂત્રઃ  ૪૧ ક્ષીણવૃત્તેરભિજાતસ્યેવ મણેર્ગ્રહીતૃ-ગ્રહણ-ગ્રાહ્યેષુ

તત્સ્થતદન્જાનતા સમાપત્તિઃ

क्षीणवृत्तेरभिजातस्येव मणेर्ग्रहीतु-ग्रहण-ग्राह्येषु

तत्स्थतन्जनता समापत्तिः

જેવી રીતે શુધ્ધ ક્રિસ્ટલ પોતાની નજીકના પદાર્થના

રંગ ગ્રહણ કરે છે. તેવી રીતે મન જ્યારે વિચાર રહિત

શાંત હોય છે ત્યારે જેના પર કેન્દ્રિત થાય છે તેવું જ

જણાય છે.. તે ક્યાંતો પદાર્થ હોય યા ઈંન્દ્રિયોનું

ચિંતન.તેનામય થઈ જવું યા તેના ચિંતનમાં

ડૂબી જવું તેને ‘સમાધિ’ કહે છે.

સમાધિ અનેક પ્રકારની હોઈ શકે. કોઈ પણ

જાતની સમાધિ પામવી આસાન નથી, જો મનની

અમાપ શક્તિ   ન હોય. અંહી કીટ પતંગાનો દાખલો

બરાબર બંધ બેસતો છે.

સૂત્રઃ ૪૨ તત્ર શબ્દાર્થજ્ઞાનવિકલ્પૈઃ સંકીર્ણા સવિતર્કા સમાપત્તિઃ

तत्र शब्दार्थज्ञानविकल्पैः संकीर्णा सवितर्का समापत्तिः

જ્યારે મન સખત પદાર્થ પર નામ, ગુણ ના જ્ઞાન સાથે

ધ્યાન કેંન્દ્રિત કરે છે. જેથી મેળવેલી માહિતીને “સવિતર્ક

સમાધિ” કહે છે.

સૂત્રઃ ૪૩  સ્મૃતિપરિશુધ્ધૌ  સ્વરૂપશૂન્યેવાર્થમાત્રનિર્ભાસા નિર્વિતર્કા

स्मृतिपरिशुध्धौ  स्वरूपशू न्येवार्थमात्रनिर्भासा निर्वितर्का

જ્યારે મન પદાર્થ સાથે એકાત્મતા, એકાગ્રતાથી પામે છે.

કિંતુ તેને તેના નામ, ગુણ વિશે કોઈ જ માહિતી નથી.

તેથી માત્ર પદાર્થ જ હોય છે તેને ‘નિર્વિતર્ક” સમાધિ

કહે છે.

નિર્વિતર્ક સમાધિ સવિતર્ક કરતા ઉંચી છે. જેમાં પદાર્થના

નામ, ગુણ વિશે કોઈ જ માહિતી નથી.

સુત્રઃ ૪૪ એતયૈવ સવિચારા નિર્વિચારા ચ સૂક્ષ્મવિષયા વ્યાખ્યાતા

एतयैव सविचारा निर्विचारा च सूक्ष्मविषया व्याख्याता

જ્યારે ધ્યાન કેંન્દ્રિત કરવાનો પદાર્થ સમક્ષ હોય ત્યારે

બે પ્રકારની સમાધિ ‘સવિચારા, યા નિર્વિચારા’ ના ભેદ

એકજ રીતે જાણી શકાય છે

સૂત્રઃ ૪૫  સૂક્ષ્મવિષયત્વન્ચાલિંગઃ -પર્યવસાનમ

सूक्ष्मविषयत्वन्चालिंगं -पर्यवसानम

આ સર્વે દર્શિય પદાર્થની પાછળ ‘પ્રકૃતિ’ મુખ્ય

કારણ છે. પ્રકૃતિ પદાર્થનું અભિન્ન અંગ છે.

જેમ કે અગ્નિ, દઝાડવું તેનો ગુણ ધર્મ યાને

પ્રકૃતિ છે. પ્રકૃતિ અંતિમ લક્ષ નથી. તેની

પાછળ ‘બ્રહ્મન’ છે.

One thought on “યોગ સાધના—-૧૦

  1. .. સુંદર
    સઘળી બાહ્ય વૃત્તિઓ ક્ષીણ પામી હોય તેવું સ્ફટિકમણિ જેવું નિર્મળ ચિત્ત ગ્રહીતા (એટલે પુરુષ), ગ્રહણ (અંતઃકરણ ને ઇન્દ્રિયો) ને ગ્રાહ્ય (એટલે પંચમહાભૂત ને વિષયો) માં સ્થિત થઇને તદાકાર બની જાય, તે સંપ્રજ્ઞાત સમાધિ કહેવાય છે.
    અભ્યાસ દ્વારા સાધકનું મન સ્ફટિકમણિ જેવું છેક નિર્મલ થઇ જાય, તે ધ્યેય પદાર્થમાં જ વહેવા માંડે ને તે સિવાયની તેની બીજી બધી વૃત્તિ શાંત પડી જાય તેવી દશામાં ઇન્દ્રિયોના સ્થૂલ કે સૂક્ષ્મ વિષય, અંતઃકરણ ને ઇન્દ્રિયો અથવા બુદ્ધિસ્થ પુરુષ, જેમાં પણ સાધક પોતાના મનને લગાડે તેમાં તન્મય થઇને તે વહેવા માંડે છે. તેને સંપ્રજ્ઞાત સમાધિ કહે છે. એ સમાધિમાં સાધકને ધ્યેય વસ્તુના સ્વરૂપનું બરાબર જ્ઞાન થઇ જાય છે.
    એમાં શબ્દ, અર્થ ને જ્ઞાન – એ ત્રણના વિકલ્પોથી મિશ્રિત સમાધિ સવિતર્ક કહેવાય છે.
    જ્યારે કોઇપણ એક સ્થૂલ પદાર્થને લક્ષ્ય બનાવીને તેના સ્વરૂપને જાણવા માટે સાધક પોતાના મનને તેમાં લગાડી દે છે, ત્યારે શરૂઆતમાં તેને જે અનુભવ થાય છે તેમાં તે વસ્તુનાં નામ, રૂપ ને જ્ઞાનના વિકલ્પોનું મિશ્રણ હોય છે. તેના સ્વરૂપની સાથે સાથે તેના નામ ને અનુભૂતિનું જ્ઞાન પણ ચિત્તને થતું હોય છે તેથી તે સવિતર્ક સમાધિ છે.
    તે પછી, સાધકના ચિત્તમાંથી ધ્યેય વસ્તુના નામની સ્મૃતિ ચાલી જાય, તેને અનુભવનારી ચિત્તવૃત્તિનું સ્મરણ પણ ના રહે, ત્યારે પોતાના સ્વરૂપનું પણ ભાન ના રહેવાને લીધે સ્વરૂપના અભાવ જેવી દશાની પ્રાપ્તિ થાય છે. બધી જાતના વિકલ્પોનો અભાવ થઇ જવાને લીધે કેવલ ધ્યેય પદાર્થની સાથે તન્મય થયેલું ચિત્ત ધ્યેયનો આભાસ માત્ર કરે છે. તેનું નામ નિર્વિતર્ક સમાધિ છે. એમાં શબ્દ કે અનુભૂતિનો કોઇ વિક્લ્પ રહેતો નથી. માટે તે નિર્વિકલ્પ સમાધિ પણ કહેવાય છે.
    આટલા સવિતર્ક ને નિવિતર્ક સમાધિના વર્ણનથી સૂક્ષ્મ પદાર્થોમાં કરાતી સવિચાર ને નિર્વિચાર સમાધિનું વર્ણન પણ થઇ ગયું સમજવું.
    સ્થૂલ ધ્યેય પદાર્થોમાં કરાતી સમાધિના જેમ બે ભેદ છે તેમ સૂક્ષ્મ ધ્યેય પદાર્થોમાં કરાતી સમાધિ પણ બે જાતની છે. કોઇ સૂક્ષ્મ ધ્યેય પદાર્થનું યથાર્થ સ્વરૂપ જાણવા માટે જ્યારે ચિત્તને તેમાં સ્થિર કરવામાં આવે છે, ત્યારે પહેલાં તેનાં નામ, રૂપ ને જ્ઞાનના વિકલ્પવાળો અનુભવ થાય છે. તે સવિચાર સમાધિ કહેવાય છે. ને તે પછી જ્યારે નામ કે જ્ઞાનનું અથવા ચિત્તના સ્વરૂપનું પણ સ્મરણ નથી રહેતું, ને કેવલ ધ્યેય પદાર્થોનો જ અનુભવ બાકી રહે છે, ત્યારે તેને નિર્વિચાર સમાધિ કહેવામાં આવે છે.
    સૂક્ષ્મ વિષયની સીમા પ્રકૃતિ સુધી છે.
    પૃથ્વીનો સૂક્ષ્મ વિષય ગંધતન્માત્રા, પાણીનો રસતમાન્ત્રા, તેજનો રૂપતન્માત્રા, વાયુનો સ્પર્શતન્માત્રા ને આકાશનો શબ્દતન્માત્રા છે. ને તે સૌનો ને મન સાથે ઇન્દ્રિયોનો સૂક્ષ્મ વિષય અહંકાર, અહંકારનો મહાતત્વ ને મહાતત્વનો સૂક્ષ્મ વિષય અથવા કારણ પ્રકૃતિ છે. એની આગળ કોઇ સૂક્ષ્મ પદાર્થ નથી. તે જ સૂક્ષ્મતાની સીમા છે. તેથી પ્રકૃતિ સુધીના કોઇયે સૂક્ષ્મ પદાર્થોને લક્ષ્ય બનાવીને તેમાં કરેલી સમાધિ સવિચાર તથા નિર્વિચાર સમાધિમાં ગણી શકાય.

Leave a comment