” વહેમ એ એક એવો ભયંકર રોગ છે જેની
દવા.હજુ સુધી કોઈ બનાવવા શક્તિમાન
થયું નથી.
અને થશે એવી કોઈ એંધાણી જણાતી
પણ નથી.”
**
ઈશ્વર કૃપાએ માતા, પિતા વહેમમા
બહુ માનતા નહી અને પતિ વળી
એથી ચડિયાતો હતો કે પુછવું જ શું?
**
કિંતુ ચારે બાજુ નજર કરો તો તે
ચુંગલમાંથી છૂટવું અશક્ય જ લાગે.
**
નાનપણમાં જ્યોતિન્દ્ર દવેનો
લિખિત એક પાઠ ભણી હતી
બિલાડી આડી ઉતરી તેથી
એક ભાઈ પાંચ મિનિટ પછી
નિકળ્યા. પરિણામ બસ ચૂકી
ગયા, તેથી નોકરીની પરિક્ષામા
મોડા પહોંચ્યા. જેથી નોકરી
હાથ તાળી દઈ ગઈ. આમા વાંક
કોનો બિલાડીનો જ બીજા કોનો ?
**
આવું છીંક આવે તો અપશુકન
થાય. ભાઈ છીંક તો કાંઈ
કહીને આવતી હશે.
આજકાલ તો કચરાની
એલર્જી એટલી વધી ગઈ
છે કે છીંક આવે તો ડઝનના
ભાવમા.
**
હા, ચંપલ ઉતાવળમા ઉંધો
થઈ જાય તો સીધો કરી લઈએ
પણ તેને કારણે ઝઘડૉ થયો
એ ક્યાંનો ન્યાય. સાવરણી ઉભી
ન મૂકાય. રાતના વાસીદુ
ન કઢાય. ઘણી વાર તો
એમ થાય આખો દિવસ એક
ચોપડી લઈને ફરો જેમા
ક્યારે શું થાય અને ક્યારે શું ન
થાય એની બધી માહિતી
વિગતવાર હોય.
**
“દુખનું ઓસડ દહાડા
વહેમનું ઓસડ માળા”
કાંઈ ન મળેતો બેસો ઈશ્વર
સમક્ષ અને ફેરવો માળા.
**
હવે હાથમા ચપ્પુ ન
લેવાય,કેમ? કાતર હાથમા
ન અપાય. આ બધા શું
ધતિંગ છે.
*
વાત તો ત્યારે વણસી
ગઈ કે એક વાર હોસ્પિટલમા
કોઇને મળવા ગઈ હતી.
બાળકને હાથમા લઈ
પાછું મુક્યું અને સ્ત્રીના
ઓશીકા નીચે મોટો છુરો.
રાતના ભૂત પ્રેત ન સતાવે
તેના માટે !
**
મીઠુ હાથમા આપીએ
તો ઝઘડો થાય.
**
આપણે ત્યાં લગ્ન વખતે
ઘણા કુટુંબોમા જન્માક્ષર
મેળવે છે. એક બ્રાહ્મણભાઈએ
બરાબર જન્માક્ષર
તપાસી જોયા. બધાજ
ગ્રહો મળ્યા.સુખી કુટુંબ
ખૂબ રંગેચંગે લગન
લેવાયા. પાણીની
માફક પૈસા ખર્ચ્યા.
નતીજો છ મહિનામા
છૂટાછેડાની નોબત
આવી.
**
શ્રાધ્ધમા આપણે લગ્ન જેવું
પવિત્ર કામ ન કરીએ.
મારી એક સહેલીના પિતાને
નછૂટકે કરવા પડ્યા.
ગયા અઠવાડિયે તેની
૨૫મી ,રજત જયંતિ ઉજવાઈ.
*
આપણા સમાજમા દયનીય
હાલતતો છે વિધવાની. જો કે
ભલુ થજો ૨૧મી સદીનું
આજના બાળકો અને
મોટા ભાગના વડીલો હવે
બદલાયા છે. છતાં પણ યુગો
જૂનો આ માનસિક સડો સંપૂર્ણ
રીતે ગયો નથી. એક લગ્નમા
હાજરી આપવાની હતી. ખાસ
સંબધ એટલે આગળ બેસવાનું .
બ્રાહ્મણભાઈ જે રીતે લગ્નની વિધી
અને શ્લોક્નું ઉચ્ચારણ કરતા હતા
તે જોઈ તથા સાંભળીને હું દિંગ
થઈ ગઈ.
**
આની વિરૂધ્ધમા બીજા
એક લગ્નમા જવાનો મોકો
મળ્યો પુત્રના આગ્રહને માન
આપી પિતાની ગેરહાજરી
છતાં માતાએ પ્રેમથી દિકરા,
વહુને પરણાવ્યા અને નવી
દુલ્હનને પોંખી ઘરમા
કુમકુમના પગલાં પડાવ્યા.
**
એવું માનવાની જરૂર નથી
કે માત્ર આપણેજ વહેમમા
માનીએ છીએ.
*
વહેમનું કોઈ ઓસડ નથી.
આદરણીય શ્રી જાની સાહેબ
વહેમ ની દવા અંધશ્રદ્ધા !!! આપણાં ભારત દેશ ના ભોળા લોકો ની માન્યતા ઓ ધર્માન્ધતા તેમજ ભોળપણ નો ફાયદો ઉઠાવનારા ઓ ની કોઈ કમી નથી, કોઈ ભૂવા બની ને..તો કોઈ જ્યોતિષ બનીને ..કોઈ વળી વાસ્તુશાસ્ત્ર ના પાઠ ભણાવે તો કોઈ વળી ફેંગસુઈ ના…સાહેબ છતાં આપણો સમાજ સત્યથી દુર ભાગનારો અને છેતરાવા માં આનંદ મેળવનારો છે. પોતે છેતરાયા બીજા ઓ પણ ભલે છેતરાય !!! વિજ્ઞાન થી સર્જાયેલા ધર્મ ના મોહ માં વિજ્ઞાન ને ભૂલી અવળા ચકડોળે ચડી બેઠેલા આપણાં બંધુઓ …ખરેખર દયા આવે છે ..આપને આ સાથે આપેલી લિન્ક પર એક બુક વાંચવા માનસાથ અરજ છે.
મનની અટકળ છે,
નજરનો વહેમ છે
ભર વસંતે પાનખરનો
વહેમ છે