કલ-નિનાદ સ્મરણિકા ગ્રંથની મારી વાંચન યાત્રા !

કલ-નિનાદ સ્મરણિકા ગ્રંથની મારી વાંચન યાત્રા !
“કલ-નિનાદ”નામે હ્યુસ્ટનની સંસ્થા ગુજરાતી સાહિત્ય સરિતાના દ્શાબ્દિ મહોત્સવની બુક પોસ્ટ દ્વારા મને એપ્રિલમાં વાંચવાનો લ્હાવો મળ્યો. એ બુકના કવર નિહાળતા ખુબ જ આનંદ થયો. અને ત્યારબાદ, એ વાંચવા માટે હું આતુર હતો. એક પછી એક પાન ધીરે ધીરે વાંચ્યા. વાંચી જે મારા મનમાં થયું તે જ શબ્દોમાં લખવા પ્રયાસ કરી રહ્યો છું.

પ્રથમ પાને પ્રગટ હતી પ્રાર્થના. એમાં સમાવેશ થયો હતો ઉમાશંકર જોષીની “હે પ્રભો !”..અને નરસિંહરાવ દિવેટિયાની”પ્રેમળ જ્યોત દાખવી”. બસ, આ બે રચનાઓ દ્વારા ઉચ્ચ ગુજરાતી ભાષા/સાહિત્ય ના દર્શન થઈ ગયા. મનમાં સંતોષ હતો. અને, મારૂં વાંચન ચાલુ રહ્યું.

પાન ૨ પર અનેકના નામો હતા.દશાબ્દિ મહોત્સવ સંચાલક તરીકે રસેશભાઈ દલાલ….સંસ્થાના સંચાલક તરીકે દેવિકા ધ્રુવ….સહસંચાલક તરીકે ડો. રમેશ શાહ…ખજાનચીના નામે પ્રશાંત મુન્શા, અને સંકલન અને સંપાદન તરીકે બે નામો…પ્રો. સુમન અજમેરી, વિજય શાહ, અને સાથે સોવેનીયર કમીટીમાં હતા ત્રણ નામો…. સરયુબેન પારીખ, દેવિકાબેન ધ્રુવ, અને વિશ્વદીપ બારડ…અને છેલ્લે હતા ટાઈપ સહાય કરનારા..ડો. ઈંદિરાબેન શાહ, શૈલાબેન મુન્શા, પ્રવિણાબેન કડકીયા, અને હેમાબેન પટેલ..અને માનદ સલાહકારોમાં નામો હતા ..દીપક ભટ્ટ, મુકુંદ ગાંધી, ડો. ભગવાનદાસ પટેલ વિનોદ પટેલ અને હેમંત ગજરાવાલા. આ સર્વ વિગતે ઉલ્લેખ કરવાનું કારણ એટલો જ કે આ સૌના ફાળા વગર આ પુસ્તક હોય જ ના શકે.

પાન ૩ એટલે દેવિકાબેન ધ્રુવના શબ્દોમાં “કંકુ ચોખાથી સૌનું સ્વાગત” અને પાન ૪ પર રસેશભાઈ દલાલે”આયોજનની પગદંડી પરથી”ના શબ્દોમાં પરદેશમાં રહી, માત્રુભાષા/માત્રુભૂમીના પ્રેમની વાત કવિ નર્મદ ના શબ્દો”ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું” કહી, સંસ્થાની સફળતા વિષે જાણ કરી.
આ લખાણ ખુબ જ અગત્યનું કહેવાય. પણ મારી “વાંચન યાત્રા” તો હજુ ચાલુ જ હતી.

પાન ૫ એટલે ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીનો શુભ સંદેશો..અને પાન ૬એટલે ગુજરાત સરકારના કાર્યકર્તા ભાગ્યેશ જહાનો અભિનંદનભર્યો સંદેશો.આ પ્રમાણે ગુજરાત રાજ્યના આશિર્વાદો બાદ પાન ૭ પર મોંઘેરા મહેમાનો ડો. અશરફ ડબાવાલા, અને ડો. મધુમતિબેન મહેતાનું એમના જ કાવ્યો સાથે ફોટાઓ સાથે ભાવભર્યુણ સ્વાગત હતું. અને પાન ૮ પરા ડો. સુધીર પાખીખ વિષે માહિતીઓ વાંચી , વાંચક સુંદર મનગમતી ગુજારાતી કાવ્યોને વાંચી ગુજરાત માટે ગૌરવ અનુભવી વાંચનયાત્રા આગળ ચલાવવા માટે ખુશીઓ હૈયે ભરે છે…..કારણ કે “મંગલ મંદિર ખોલે”…ઓ ઈશ્વર ભજીએ તને !”….”નહી રે વિસારૂં હરિ”અને “આજની ઘડી રળિયામણી” ફરી વાંચાવાની તક એને તક મળે છે.

પાન ૧૦ એટલે સંસ્થાનેનારાયણ દેસાઈ તરફતી એક પત્ર દ્વારા શુભેચ્છાઓ, અને સામેના પાન ૧૧ પર ગુજરાતના ગૌરવ વિષે કહેતી એનેક કાવ્ય-રચનાઓ. અને, ત્યારબાદ, પાન ૧૨ એટલે અનેક વ્યક્તિઓ તરફથી મળેલા શુભેચ્છાના સંદેશા.પાન ૧૩ પર “મનના અતલ ઉંડાણમાં”ના પ્રવિણાબેન કડકીયાના લેખને સ્થાન મળ્યું,અને પાન ૧૪ પર સાંસ્થાને “ચીકાગો આર્ટ સરકલ” તરફથી મળેલી શુભેચ્છાઓભર્યો પત્ર. ફરી, પાન ૧૫ પર ગુજરાતના કાવ્યોરૂપે વખાણો, અને પાન ૧૬ પર ફરી શુભ સંદેશાઓ.

પાન ૧૯ એટલે બે લેખો…ડો. ઈન્દિરાબેન શાહનો “ક્રુતશતા”લેખ અને હેમાબેન પટેલનો “સફળતા”નો લેખ.આ લેખો વાંચ્યા બાદ,પાન ૨૧ પર પ્રગટ થયેલી ચીમન પટેલની રચના ” બેસતા કરી દીધા” કોઈ પણ વાંચવાનું ચુકે નહી જ ! નવા જમાનામાં થઈ રહેલા પરિવર્તન વિષે એમણે સુંદર વર્ણન કર્યું છે…અરે, આ તો અમેરીકા છે એવું જ એમણે કહી દીધું….અને, પ્રો. સુમન અજમેરી ની રચના “જિંદગી” દ્વારા શબ્દોમાં ઘણા જ ઉંડા ભાવમાં કંઈક કહેવાયું છે. એ જ ભાવમાં, મહમદ અલી પરમારની “માલિક શૌલા બુઝાવી દે ” અને રમઝાન વિરાણીની “આ હ્યુસ્ટન છે !” વાંચતા પાન ૧૫ પૂરૂં થાય છે….અને એ પછી, પાન ૨૭ એટલે ત્રણ બીજી રચનાઓ..”નૈયા” (શૈલા મુન્શા), “એ આવે છે” (વિશાલ મોણપરા) અને “શતદલ” (દેવિકા દ્રુવ).

હવે, આટલું વાંચ્યું અને પાન ૨૯ પર “એક વ્યક્તિનું આ કામ નથી,સમુહનું જુઓ આ પરિણામ”ના લેખ વાંચી હું ખુબ જ આનંદ અનુભવી રહ્યો હતો. આ લેખ ફોટાઓ સહીત દેવિકાબેન ધ્રુવ, વિજય શાહ અને સુમન અજમેરી તરફથી હતો. આ લેખ દ્વારા, ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૦ વર્ષની યાત્રાની ઝલક હતી..શું શું શક્ય થયું તેનો હેવાલ હતો. એ જાણી આનંદ થયો, પણ વધૂ આનંદ તો એનો હતો કે એઓએ એ જાહેર કર્યું કે આ જે કંઈ શક્ય થયું તે સૌના ફાળા આધારીત થયું છે. અહી રહી છે “એકતા, સંપ”ની મહત્વતા !..ફક્ત અહી જરા વધુમાં એટલો ઉલ્લેખ કરવો છે કે “જો ફોટાઓ કલરમાં હોત કે પછી ગ્લોસી પાન પર પ્રીન્ટ થયા હોત ” તો એની સંદરતા વધુ ખીલતે !
પાન ૩૩ થી ૩૮ એટલે ત્રણ લેખો….૧ “પરાવર્તન…દીપિકા બની શોના” (સરયુ પરીખ).૨ “ઝમકુબા” (વિજય શાહ ) ૩ “મૌનનો જ્વાળામુખી” ( વિશ્વદીપ બારડ)…અને ત્યારબાદ, પાન ૩૯ નવિન બંકરનું સંકલન “હ્યુસ્ટન સાહિત્ય સર્જકોની રચના સુષ્ટિ”…આ લખાણ દ્વારા સૌને જાણ થાય છે કે હ્યુસ્ટન શહેરમાં અનેક “ગુજરાતી સાહિત્ય પ્રેમીઓ” છે. આ વાંચ્યા પછી, “હસ ગુલ્લી”માં જરા હાસ્ય કરી,અકબર લાખાણીએ પ્રગટ કરેલ “પાકિસ્તાનમાં ગુજરાતી સાહિત્ય સર્જન અને સમ્રુધ્ધિનું સંક્ષિપ્ત અવલોકન” વાંચી, એટલું જ્ઞાન થાય કે દેશના ભાગલા પડ્યા હોવા છતાં, ગુજરાતી સાહિત્ય હજુ પણ જીવીત છે. આ એક ખુબ જ આનંદની વાત છે !…અને ત્યારબાદ, પાન ૪૩ પર કિરીટ ભક્તનું “મારી માર્તુભાષાનું સૌન્દર્ય” વાંચતા શબ્દો-લખાણનું મહત્વ સમજાય છે. આવી સમજ બાદ, નિલમ દોશીનો લેખ “ઝુરાપો એટલે…”કંઈક ઉડાણની વિચારધારા તરફ લઈ જાય છે. અને મુકુંદ ગાંધી એમના “ગુજરાત રંગભૂમી”માં સૌ વાંચકોને ગુજરાતી નાટકો વિગેરેનો સાહિત્ય ટ્કાવવા માટેના ફાળાનો ઉલ્લેખ કરે છે. ત્યારબાદ, પાન ૫૭ એટલે રસેશ દલાલ છેલ્લા લેખ “હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતામાં ખીલેલ સાહિત્યના સર્જકો”મા નામો સાથે સર્વ કાર્યકર્તાઓનો ઉલ્લેખ કરે છે. જે કંઈ એઓ વિષે આગળ વાંચ્યું તે ફરી તાજુ કરે છે.

અહી મારી “વાંચન યાત્રા” પુર્ણ હોત પણ પાન ૫૯ વાંચ્યું…તો, મેં “ચંદ્રપૂકાર”ના નામ સાથે સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા તે શબ્દો ફરી વાંચ્યા. હૈયે ખુબ જ આનંદ થયો !..અને, આ સાથે, પાન ૬૦ પર સંસ્થા સભ્યો તરફથી દર્શાવેલી “શુભેચ્છાઓ” વાંચવાનો લ્હાવો લીધો.

આ મારી સફર…આ મારી વાંચનયાત્રા….ખરેખર અહી સમાપ્ત થાય છે !હ્યુસ્ટનની આ “ગુજરાતી સાહિત્ય સરિતા”એ ૧૦ વર્ષ પુરા કર્યા, અને હવે મારી એક પ્રાર્થના કે આ સંસ્થા પ્રગતિના પંથે આગેકુચ કરતી રહે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી…લેન્કેસ્ટર કેલીફોર્નીઆ

One thought on “કલ-નિનાદ સ્મરણિકા ગ્રંથની મારી વાંચન યાત્રા !

Leave a comment