શ્રી આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ
શ્રી વલ્લભાચાર્યનું બીજું નામ છે. શ્રી મહાપ્રભુજી.
શ્રી કૃષ્ણઃ શરણાં મમનો મહા મંત્ર જેમણે આપ્યો છે.
પુષ્ટિમાર્ગનું જેમણે વૈષ્ણવ જનોને માર્ગ દર્શન પુરું પાડ્યું છે.
બ્રહ્મસંબંધ અર્પીને જીવોને પુષ્ટિમાર્ગમાં અપનાવ્યા.
ષોડશ ગ્રંથના રચયિતા શ્રીમહાપ્રભુજીનાં ચરણોમાં દંડવત પ્રણામ.
૧. શ્રી યમુનાષ્ટકમ
૨. શ્રી બાલબોધ
૩. સિધ્ધાંત મુક્તાવલી
૪. સિધ્ધાંત રહસ્યમ
૫. નવરત્નમ
૬.અંતઃકરણ પ્રબોધ
૭. વિવેક ધૈર્યાશ્રયઃ
૮. શ્રી કૃષ્ણાશ્રયઃ
૯. ચતુઃશ્લોકી
૧૦. પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદ
૧૧. ભક્તિવર્ધિની
૧૨. જલભેદઃ
૧૩. પંચપદ્યાનિ
૧૪. સંન્યાસ નિર્ણયઃ
૧૫. નિરોધ લક્ષણ
૧૬. સેવાફલમ
દ્રઢ હી ન ચરણન કેરો ભરોસો
દ્રઢ હી ન ચરનન કેરો
શ્રી વલ્લભ નખચંદ્ર છટાબિન
સબ જગમેંજુ અંધેરો
સાધન ઔર નહી યા કલિમેં
જાસો હોત નિવેરો
સુર કહા કહે દ્વિવિધ આંધરો
વિના મોલકો ચેરો ભરોસો
દ્રઢ ઇન ચરનન કેરો
દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો
દ્રઢ ઇન ચરનન કેરો
શ્રીમહાપ્રભુજીએ સંસ્કૃત ગ્રંથો પર વિવેચન સુંદર રીતે કર્યું છે.
બ્રહ્મ સુત્ર પર અણુભાષ્ય અને શ્રીમદ ભાગવતમ પર સુબોધિનીજી
ગ્રંથો દ્વારા.
બ્રહ્મ સંબંધનો મંત્ર (ભાવાર્થ).
ભગવાન શ્રી કૃષ્ણથી વિખુટા પડે હજારો વર્ષોનો
સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે
હ્રદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે
જેને તિરોધાન થયો છે એવો હું જીવ, ભગવાન શ્રી
કૃષ્ણ ( શ્રી ગોપીજન વલ્લભ) ને દેહ, ઈંદ્રિય, પ્રાણ,
અંતઃકરણ તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન,
આ લોક અને પરલોક, આત્મા સહિત સમર્પણ કરું
છું, હું દાસ છું , ‘હે, કૃષ્ણ ! હું તમારો છું’
પ્રવિણાબેનઃ
તમારી બધી રચના ઓ નો પ્રતિસાદ આપી નથી શક્તો તે બદલ દરગુજર કરશોજી.
સમય ના અભાવે શબ્દ ઘણૉ જ લીસો થઈ ગયો ચ્હે તેથી એવુ લખવુ ઉચિત નથી લાગતુ પરન્તુ તમારી બધી રચના ઓ ખુબ સુન્દર હોય ચ્હે અને મન હલવુ કરી નાખે તેવી હોય ચ્હે.
ગુજરાતી સાહિત્ય ની આ રીતે નિયમિત સેવા કરતા રહ્યો અને અમારા જેવા જિગ્નાસુ ઓ ને તેનો લાભ આપતા રહ્યૌ.
જય શ્રી ક્રુશ્ન
ખુબ ખુબ અભિનન્દન.
ભક્તિભાવથી ભરેલ સુન્દર રચના
અને માહિતી.
praiseworthy ! thx, i.
ખૂબ સરસ માહિતી ——-જયશ્રી કૃષ્ણ
તમારો ખૂબ ખૂબ આભાર
ાઅપને વલ્લભાચાર્યજીના પદો, ધોળ અને અન્ય પુષ્ટિસાહિત્યનાં પુસ્તકો જોઇએ છે ? ઘરમાં વસાવવાની ઇચ્છા હોય તો જણાવશો. મંદીરની લાયબ્રેરીને તો જરૂર નથી. જગ્યા પણ નથી. કોઇ એ પુસ્તકો વાંચવા લઈ જતું નથી એવી મંદીરવાળાઓની ફરિયાદ હોય છે. બીજા કોઇ વૈષ્ણવ પણ એ રાખવા તૈયાર નથી. તમે ઘરમાં વસાવવા ઇચ્છતા હો તો જણાવશો. બાકી,નવી પેઢીના બાળકો તો આપણી ભાષા વાંચી શકતા જ નથી. મારા અવસાન પછી, એ બધું સાહિત્ય ગારબેજમાં જવાનું છે. વિચારી જોજો.
નવીન બેન્કર- ૭૧૩-૮૧૮-૪૨૩૯
મારે શ્રી શ્રીમદ મહાપ્ર
ભુ
જી વિરચિત સોડશ ગ્રંથો વસાવવા છે. મહેરબાની કરીને મને મદદ કરશો.
આપશ્રીને મારા જય શ્રી કૃષ્ણ
લી. કિશન રાજપૂત , નડીઆદ, મો.નં. ૮૫૧૧૯૧૯૨૬૦