ખરેખર

માનવીનો સાચો મિત્ર કૂતરો છે. વફાદાર મિત્ર કૂતરો છે. હવે ધીમે

ધીમે સમજાવા માંડ્યું છે, તેમાંનું સત્ય. છતાં પણ મને કહેશો ઘરમાં

કૂતરો પાળીશ ? તો મારો જવાબ હંમેશની જેમ ‘ના’ હશે.

કહેવાય છે, ‘જો કોઈ અનાથને પાળીને મોટો કરશો તો વખત

આવે તમને દગો દેશે. કિંતુ કૂતરો પાળશો તો તે ક્યારેય તમને

દગો નહી આપે.’.

કદાચ આજ કારણ હશે ૨૧મી સદીમાં લોકો કૂતરા વધારે પાળે છે.

પેલી નાની ખુશીની વાત કરું . ભગવાને ખૂબ રૂપ આપ્યું હતું.

ભણવામાં પણ હોંશિયાર. કઈ કલામાં તે પારંગત ન હતી એ એક

પ્રશ્ન હતો ?

ખુશી બધાની સાથે પ્રેમથી ભળતી. એને મન કોઈ નાનું કે મોટુ ન

હતું. વર્ગના બાળકો પણ તેની મિત્રતા ઈચ્છતા. તેનો નાનો ભાઈ

તો હમેશા તેની આજુબાજુ આંટા મારતો. ભણવામાં પહેલો નંબર

આવતી. તેના મિત્રો સલાહ લેવા પણ આવતા.

સાતમાં ધોરણમાં આવી. બન્ને ભાઈ અને બહેન પપ્પાની દેખરેખ

નીચે ફટાકડા ફોડતા હતા. ખુશીને અને તેના ભાઈને દિવાળી ખૂબ

ગમતી. ખાવા પીવાની મજા. ફટાકડા તો રોજ ફોડવાના. નવા નવા

કપડાં મમ્મી લાવી આપે, ખુશીનો વટ પડે.

આજે બન્ને જણા ‘કોઠી’ ફોડી રહ્યા હતા. અચાનક આડી પ્રગટી.

ખુશી દોડવા ગઈને ઠેસ વાગી. છાતીથી ઉપરના ભાગ પર દાઝી

ગઈ. દોડીને પપ્પા ડોક્ટર પાસે લઈ ગયા. પણ સખત દાઝી હતી.

મોઢાનો નકશો આખો ફરી ગયો.

જે ખુશીને જોઈ સહુ ખુશ થતા હતા સહુએ તેનાથી મોઢું ફેરવી

લીધું. ભાઈ અને માતા તેમજ પિતા સિવાય આખી દુનિયાએ જાણે

ખુશીથી મુખ મોડ્યું. એના ભાઈને અનહદ દુઃખ થયું. બહેનના મુખ

પર મુસ્કુરાહટ જોવા તે અધિરો થઈ ગયો. બહેન તેને ખૂબ પ્યાર કરતી

તેને થતું ‘હું શું કરું મારી બહેન પાછી ખુશ થાય અને આનંદમાં રહે’.

અચાનક તેને બારણે આવતો ‘ગોટિયો’ યાદ આવ્યો. બંને ભાઈ

બહેનને ગોટિયો ખૂબ ગમતો. પોતાના ભાગની રોટલી તેને પ્યારથી

ખવાડાવી નાચતા. આજે ગોટિયો આવ્યો. તેના ગળે પટ્ટો બાંધ્યો.

ગોટિયાને થયું આજે સરસ ખાવાનું મળશે. નાનકો તેને ખુશીની

નજીક લાવ્યો.

ભલે ગોટિયો ગલીનો કૂતરો હતો. આ બંને ભાઈ બહેન તેની સાથે

હંમેશા ખૂબ મસ્તી કરતાં. તેને માટે બિસ્કિટ લાવતા. તેની સાથે

બોલય્હી પણ રમતા હતા. શાળાએથી અવે ત્યારે ગોટિયો તેમની

રાહ જોઈને ઉભો હોય.

આજે ગોટિયાને લઈ તેનો ભાઈ આવ્યો ત્યારે, ખુશી જમી રહી હતી.

ગોટિયાને બે રોટલી આપી. ગોટિયો ખુશ થઈ ગયો. ખુશીના મુખ

પર ચમક આવી. નાનકા એ ગોટિયાને નવડાવ્યો અને ચોખ્ખો કરી

ખુશી પાસે ગોટિયો પણ સમજી ગયો. આમ પણ એને ખુશી અને

નાનકો ખૂબ ગમતા. પાળેલા કૂતરા જેવી માયા થઈ ગઈ.

ખુશી પ્રેમ પૂર્વક ગોટીયાને શિખવી રહી હતી. મમ્મી અને પપ્પાએ પણ

કોઈ વાંધો ન લીધો. ખુશીની જીંદગીમાં વળાંક આવ્યો. જલ્દી સાજી થઈ

ગઈ. શાળાએ જવા માંડી. ગોટિયાને દરવાન પાસે બેસાડી વર્ગમાં જતી.

સાંજે ઘરે આવતા ગોટિયોને ખુશી નચતા નાચતા, ઘરે આવતા.

ગોટિયાના પ્રેમે ખુશીને ચેતનવંતી બનાવી. મિત્રો સાથ આપે કે ન આપે

એક મુંગા પ્રાણીએ ખુશીની જિંદગીમાં ઉમંગ, આનંદ અને ઉલ્લાસ

ભરી દીધાં. બહેનન ખુશ જોઈ ભાઈને અતિ આનંદ થયો.

મુંગા પ્રાણીનો અપેક્ષા રહિત પ્રેમ. વફાદારી તો તેની જ !

2 thoughts on “ખરેખર

 1. ‘કુતરા પાળશો તો તે ક્યારેય તમને દગો નહી આપે.’.
  દુનિયામાં કુતરાને સૌથી વફાદાર જીવ માનવામાં આવ્યો છે. કુતરા એક વાર જેમની રોટલી ખાઈ લે છે, પછી તે મરતા દમ સુધી એનાથી ક્યારેય દગો નથી કુતરાની વફાદારી ના લીધે જ વધારે પડતાં લોકો એમને ઘરમાં પાળવા નું પસંદ કરે છે.
  કુતરાના રાત્રે રડવા ને અપશગુન માનવા માં આવે છે. જૂના વડીલોના જણાવ્યા મુજબ જ્યારે પણ રાત્રે કોઈ કૂતરો રડે છે તો એ આપણને સંકેત આપે છે કે આપણાં પરિવાર માં જલ્દી જ કોઈની મૃત્યુ થવાની છે. આના સિવાય ઘણા લોકો નું એ માનવું છે કે કુતરા પ્રેતાત્મા ને જોઈ શકે છે અને આસ પાસ થવા વાળી મુશ્કેલીઓને પેહલાથી અનુભવી શકે છે. આવા માં જો અળધી રાત્રે એ અચાનક રડવા નું શરૂ કરી દે તો એનો અર્થ કોઈ પ્રેતાત્માથી જોડવામાં આવે છે.
  તમે સામાન્ય રીતે જોયું જ હશે દરેક ગલીમાં કુતરા રહે છે. એટલા માટે કુતરા જે પણ ગલી કે શેરીમાં રહે છે એને પોતાનું ઘર માની લે છે. આવા માં જો કોઈ અજાણ્યો કૂતરો એમના ઘરમાં ઘૂસવાની કોશિશ કરે તો એ ગુસ્સામાં
  લાલ પીળા થઈ જાય છે અને પોતાના બાકીના કૂતરા સાથીઓને સચેત કરવા હાઉલ કરવાનું શરૂ કરી દે છે. એક રીતે જોવા જઇએ તો હાઉલ કુતરાની એક બીજા માં પોતાની લાગણી બતાવાની ભાષા છે. ઘણા કુતરા ચિડાઇને
  ગુસ્સાથી પણ હાઉલ કરે છે પરંતુ એનો એ અર્થ નથી કે એ તમને કરડી લેશે.
  આના સિવાય કુતરા પોતાનું દુ:ખ,તકલીફ અને ગુસ્સો વહેચવા માટે પણ હાઉલ કરે છે. એમ તો,કુતરા ને ઘોઘાંટ જેવા કે ઘર માં વાસણ ફેકાવાના અવાજ પસંદ નથી હોતા. આવામાં એ ચિડાઇ જઇને એ અવાજનો વિરોધ કરે છે.
  આટલું જ નહીં પરંતુ જ્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ એમની ગલી કે શેરીમાં આવે છે તો એ પોતાના સાથી કુતરાને એ વ્યક્તિ પર નજર રાખવા માટે કહે છે. જેથી કોઈ એમના ગલી શેરી વાળાઓને નુકશાનના પોહચાડી શકે.

 2. તમારા કૂતરા વિષેના વિચાર જાણિ આનંદ થયો. મારા બે દિકરાને ત્યાં કુલ મળી પાંચ કૂતરા છે. રમવું થોડી વાર ગમે છે. ઘરમાં લાવવાનો જરા પણ ઈરાદો નથી. આભાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: