વિના વાંકે ?

image-3

*******

આ જીવનમાં ક્યારેય કોઈના પર અવિશ્વાસ ન કરનાર રસીલા હીબકાં ભરીને

રડતી હતી. તમને ખબર છે, રડનારને આ દુનિયા સાથ ન આપે. દુનિયા સામે 

હસતા મોઢે ફરો તો તમને આવકાર મળશે. કહેવાય છે, ” આપ હસોગે તો હસેગી

દુનિયા, રોના પડેગા અકેલે”.   

આ વાક્યનો મર્મ જેટલો જલ્દી સમજાય તેટલું સારું. રસીલાની સહેલી રમોલા, તેના 

પર તેને પાકો ભરોસો. વર્ષોનો સંબંધ હતો. રસીલા સીધી સાદી અને રમીલા ભણેલી 

ગણેલી પણ બેની મિત્રતામાં ક્યારેય ભણતર આડે આવ્યું ન હતું. રસીલા ઉદાર મન

રાખી કશું મનમાં લાવે નહી. 

અધુરામાં પુરું રસીલા પતિ ગુમાવી બેઠી હતી. બાળકો પ્રેમાળ અને માન સન્માન જાળવતા. 

રમીલાને કોને ખબર કેમ અદેખાઈ આવતી. રમીલાના પતિએ આખી જીંદગી સાસરિયાનું 

માન જાળવ્યું ન હતું. જ્યારે રસીલાને બાળકો તેમજ તેના સાસરીવાળા આદર આપતા. 

રસીલા સાસરીમાં લગ્ન કર્યા ત્યારથી સહુને વહાલી હતી. તેનો પતિ ઘરમાં સહુનો પ્યારો

હતો, જેને કારણે રસીલા  પણ પ્રેમ પામી. હવે આવી ઝંઝટમાં પડવું રસીલાને ગમતું નહી.

તેને પ્રવૃત્તિમય જીંદગી ગમી હતી. રમીલા વારંવાર તેને સહયોગ પણ આપતી. 

જેમ પવન આવે ને દરિયામાં ભરતી આવે, પવન શાંત થાય તો દરિયો પણ શાંત જણાય. 

મિત્રતા તેની ચરમ સીમા પર હતી. રસીલા કારણ વગર કોઈને હેરાન પણ કરતી નહી.બાકી 

રહેલા જીવનના વર્ષ  વેડફવાની મરજી ન હતી. રમીલાને પણ જીવનમાં તકલીફ આવી હતી. 

રસીલા તેનો સાથ પ્રેમ પૂર્વક નિભાવી તેને સાંત્વના આપતી. મિત્રતાના મોલ રસીલા બરાબર

જાણતી હતી.  ખબર નહી કોણે રમીલાના કાનની ભંભેરણી કરી હતી ?

રાહ ભૂલેલાને રાહ બતાવો, જો પૂછે તો, વરના વ્યર્થ ! આ સંસારમાં કોઈ પણ બે વ્યક્તિને

ક્યારે અને શા કારણે વાંકું પડે  એ ભગવાન જાણે ! વાતાવરણ ધૂંધળું થઈ રહ્યું હતું. આશાના

કિરણો વિલીન થયા. રસીલા સતત દિલને પ્રશ્ન પૂછી રહી. આ ઉંમરે, આવું વર્તન શોભાસ્પદ નથી.

કિંતુ સમજવા ની તૈયારી ન હોય એવાને સમજાવવાની તકલીફ શાને લેવી ? જેમ ચાલે છે એમ જ

ચાલવા દીધું. 

રમીલા નવી સહેલીઓની સોબતમાં રસીલાને અન્યાય કરી બેસતી. રસીલા જાણતી પણ વર્ષો જૂના

સંબંધને મલિન કરવા માગતી ન હતી. રમીલાની નાદાનિયત પર આંખ આડા કાન કરતી. થોડી

દૂરી સ્વીકારી લીધી. રમીલાને ખટકતું મુંઝાતી પણ ખરી.

રમીલાને મનથી ઘણો પસ્તાવો થતો હતો. અહંકાર એવી બલા છે, જેને વશમાં કરવો એ 

આભના તારા તોડવા જેવી વાત છે. રસીલા બને તેટલી નરમાશથી સંબંધ જાળવી રહી હતી. 

રમીલાને એમ કે નવા મિત્રો મળ્યા છે તો ગાડું ગબડશે. અચાનક રમીલાને બીમારી આવી. 

પથારી વશ હાલત થઈ હતી. 

રસીલા બધી રીતે સહાય કરી રહી હતી. નવા મિત્રોનું ‘બાષ્પીભવન’ થઈ ગયું હતું. રમીલાને

ખાટલે પડ્યા, પડ્યા પસ્તાવો થઈ રહ્યો હતો. રસીલાની બધી મદદ સ્વીકારી. એક વખત રમીલા

બોલવા પણ જતી હતી, ત્યાં રસીલાએ આરામ કરવાની સૂચના આપી જેથી રમીલા કશું બોલી 

શકે નહી. રમીલા મનમાં પસ્તાઈ રહી હતી.

રસીલા વિચારોના સાગરમાં ડૂબકી મારી રહી !

One thought on “વિના વાંકે ?

 1. સામાન્ય રીતે આપણા જીવનમા એવા સંજોગ ઉભા થાય ત્યારે વિના વાંકે પણ અન્યાય થાય એની અભિવ્યક્તી રસીલાની સહેલી રમોલા પાત્રો દ્વારા સ રસ ઘટના વર્ણવી…આવા અન્યાય અંગે અમારી કાકીબા દેશી નાટકનુ ગીત મધુરા સ્વરે ગાતા —તે પડઘાય
  હું તો બંધનમાં બંધાઈ
  હું તો બંધનમાં બંધાઈ સજની કેમ કરું
  હું તો બંધનમાં બંધાઈ સજની કેમ કરું
  અણસમજુ થઈ લપટાઈ સજની કેમ કરું
  અણસમજુ થઈ લપટાઈ સજની કેમ કરું
  વાતો મોટી મોટી કરે, એમાં કંઈ નવ વળે
  તો ય પટેલાઈ કરે મારા વરજી
  રાતે મોડા ઘેર આવે, આંખો કાઢીને ડરાવે
  વિના વાંકે ફટકારે એવા વરજી
  સોટી મારે સનનન, સનન સજની કેમ કરું
  હું તો બંધનમાં બંધાઈ સજની કેમ કરું
  મને જેઠાણીનો ત્રાસ, કરે નણંદી ઉધમાત
  એની વકીલાત કરે મારા વરજી
  બેડાં પાણીના ભરાવે, મને વૈંતરાં કરાવે
  પછી હોય કે ન હોય મારી મરજી
  થાકી હું તો અરરરર, અરરર સજની કેમ કરું
  હું તો બંધનમાં બંધાઈ સજની કેમ કરું ?
  સાથે કવિ શ્રી શૂન્ય પાલનપુરીની પંક્તિ યાદ આવે
  હું વિના વાંકે જીવન આખું વગોવાયો હતો.
  ખુદ ઉષા-સંધ્યા ન એનો દઇ શકી કોઇ જવાબ,
  અને પરીક્ષામા પુછાયેલ પ્રશ્ન !
  વિના વાંકે એવો મુજ હ્રદયને ક્રોધ ન ઘટે’ –
  પંક્તિમાં કયો છંદ છે ?’

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: