ખજૂરની બરફી

images1.jpg

ખાંડ નહી ખાવાની. મધુપ્રમેહ નો રોગ થાય.

ઘી  નહી ખાવાનુ  જાડા થઈ જવાય.

એક  પ્રશ્ન  છે? જેનો ઉકેલ  આસાન નથી.
કયો?
ગળ્યું  ખૂબ ભાવે. ચાલો ત્યારે આજે બનાવીએ ખજૂરની  બરફી.
સામગ્રીઃ

***********

૧    રતલ  ખજૂર. પીસેલા. જો તે તૈયાર મળે તો વા.
નહીતર મિક્સરમા વાટવા.

૧/૪    રતલ   મોળા પિસ્તા

૧/૪     રતલ    બદામ

બનાવની   રીત.

*****************

બદામ  અને  પિસ્તાને  માઈક્રોવેવ  ઓવન માં ૧ મિનિટ માટે
ગરમ કરો.

ખજૂરની પેસ્ટમાં તેને (વાટેલાં બદામ અને પિસ્તાને)

ભેળવવા. ( લોટ બાંધીએ એવી રીતે)

નાના બોલ બનાવી વાટો કરો.

વાટાની બહાર ખસખસ યા કોપરાનો ભૂકો લગાવવો.

દરેક  વાટો  છૂટો  પ્લાસ્ટિકમા  વિંટાળી  ફ્રીજમાં  રાતભર રાખવો.

બીજે  દિવસે  તેના  નાના  ટુકડા કરી  ખાવાના  ઉપયોગમા  લેવા.

ખૂબજ  સ્વાદિષ્ટ  લાગશે.  આરોગ્ય પ્રદાન  કરનાર પણ છે.

આશા છે  બનાવીને ખાશો ત્યારે  મારી યાદ  આવશે.

 

 

 

 

 

4 thoughts on “ખજૂરની બરફી

Leave a reply to અનિમેષ અંતાણી જવાબ રદ કરો