પતિ -પત્ની એકબીજાના કોણ ?

couple

******************************************************************************************************************************

જ્યારે એકલી હોંઉ છું ત્યારે મને ભૂતકાળમાં વિહરવાની મઝા આવે છે.

એ ભૂતકાળ જ્યારે હું તોફાની બારકસ હતી. દાદા અને દાદી વહાલથી આંખ

બતાવે ત્યારે ડાહી ડમરી થઈ જતી. મમ્મી માથે ઓ્ઢી ને બધાને જમાડતી

હોય ત્યારે મોટાભાઈની (પિતાજી)બાજુમાં જમવા માટે ગોઠવાઈ જતી.જગ્યા

થોડી હોય તો ખસીને મારી જગ્યા તેમની પાસે કરાવતી. એ મારો જન્મસિદ્ધ

હક્ક હતો. અમે પાંચ ભાઈ બહેન ,મારા સિવાય કોઈનામાં એ તાકાત ન હતી.

લગ્ન થઈ ગયા બે બાળકો થયા પણ મસ્તી ઓછી ન થઈ. જે મારા પતિદેવને

ગમતી. બંને જણા પ્રેમ અને સનમાન કરતાં અરસપરસની લાગણીઓનું.

પતિ અને પત્ની એટલે બે તન એક પ્રાણ. આમાં કોઈ મોટું નથી કે કોઈ છોટું

નથી. હા, બન્ને એકબીજાને પૂર્ણ સનમાન પૂર્વક નિહાળે. એમને ત્રાજવે ન તોલાય.

ક્યારે કોનુમ પલ્લુ નમે એના કોઈ ધારાધોરણ ન હોય. હોય તો માત્ર નિઃસ્વાર્થ પ્રેમ !

હા, હવે ૨૧મી સદીમાં વિચારો બદલાયા, સ્વતંત્રતાની જગ્યાએ સ્વચ્છંદતા

પૂર બહારમાં ખીલી ઉઠી. બસ હું’ કહું તે સાચું બાકી બધું ઘોંચુ’.મારા મમ્મી અને

મોટાભાઈ મને જ્યારે જૂનવણી લાગતા.એ સ્થિતિ હવે મારી થઈ.

પિપળ પાન ખરંતા હસતી કુંપળિયા

મુજ વિતી તુજ વિતશે ધીરી બાપલિયા

ગાડી નેરોગેજ થી બ્રોડગેજ પર ચઢી ગઈ.પતિ અને પત્ની વચ્ચે

પ્રેમ ગાયબ હંમેશા સ્પર્ધા. પત્નીને હંમેશા ખુશ રાખવાની, તેનું કહ્યું

જ કરવાનું. પતિ મોઢું ત્યારે જ ખોલે જ્યારે બગાસુ ખાવું હોય. વરના

ત્રીજા વિશ્વયુદ્ધ માટે સજ્જ થાય. હમણાં એક ‘ટી શર્ટ ‘ પર આગળ લખ્યું

હતું ‘મારી પત્ની ‘દેવી’ છે’. પાછળ લખ્યું હતું ‘મારે દેવી છે.’

હા, હસી મજાક સહુને પસંદ હોય. મને તો ખૂબ જ પસંદ છે’. મફત અને

ઉત્તમ દવા, ‘હાસ્ય’ . નિર્મળ કોઈના ભોગે નહી?

એક મિત્ર જીદગીના પુણ્યથી ખૂબ કમાયો. વકિલાતમાં ધિકતી કમાણી કરી.

શાંતિ,પત્ની એ આપી તેટલી મળી! સોક્રેટિસ કેટલા સાચા હતા ! સંત

તુલસીદાસ જરૂર યાદ આવે.

સ્ત્રીઓનું નામ સ્ત્રીઓ જ બરબાદ કરે છે.છતાં પણ તેમાંથી ઉગરવાનો

કે બહાર નિકળવાનો પ્રયાસ નથી કરતી. હા, પુરૂષો ખુશીના માર્યા

પાગલ ન થાવ.તમે પણ કાંઈ રાજારામ નથી!

પુરુષો જો ધરતી પર કામ કરવા, મહેનત કરવા અને સહન કરવા

આવ્યા છે! સ્ત્રીઓ ધ્યાન પૂર્વક તે સત્ય સિદ્ધ કરે છે. જો કે હવે તો સ્ત્રીઓ

પણ કમાય છે. ઘણે ઠેકાણે પુરૂષો કરતાં કંઈક ચડિયાતું. એવી હાલતમાં

બિચારા પતિની હાલત કળવી મુશ્કેલ છે!

. डॉक्टर: ये 3 दांत कैसे टूटे?

मरीज़: जी, वो… बीवी ने लड्डू बनाये थे….

डॉक्टर: तो ना बोल देते!

मरीज़: तो तो पुरे 32 के 32 टूट जाते…!!!

યાદ રહે પતિ અને પત્ની જીવન રથના પૈડાં છે. તે રથને ચલાવવા બંને એ

પ્રયત્ન કરવો રહ્યો. ઉદાર દિલ, મોટું મન અને પ્યાર અતિ આવશ્યક છે. તેઓ

એકબીજાના પૂરક બને તો જીંદગી રસમય બને.

2 thoughts on “પતિ -પત્ની એકબીજાના કોણ ?

Leave a comment