ડિઝની વર્લ્ડની સેર

આવો આજે તમને કરાવું ડિઝની વર્લ્ડની સેર
વેદા,રિયા સાથે પહોંચી આજે પરીઓની ઘેર

સ્વપનું મારું પુરું કર્યું ને માણી સંગે લહેર
એકમેકનો હાથ ઝાલી પ્રભુએ કરી જુઓ મહેર

સુનહરા પ્રદેશમા ઘુમતાં વિસર્યા જગના ઝેર
ના કોઈની સંગે દુશ્મની ના કો’ની સંગે વેર

સ્મોલ વર્લ્ડની સેર કરી અમે ત્રણે સંગે સુપેર
આનંદની છોળો ઉડી હસીખુશી વ્યાપી ચોમેર

પેટ પકડી હસ્યા સંગે ખુશીઓની ઉછળી સેર
દોડી દોડી સઘળે પહોંચ્યા ના કરી જરા દેર

મીકી મીની એલસા આના સિન્ડ્રેલાની ભેર
ફોટા પાડી સંગે નાચી ના કરી કોઈની ખેર

6 thoughts on “ડિઝની વર્લ્ડની સેર

  1. સરયૂ બહેન તમારી વાત સાથે સો ટકા સહમત છું. દીકરીઓ હોવી એ સ્વપનું

    પૌત્રીઓએ પુરું કર્યું. તેમની સંગે હોવાથી શાંતિનો જુદી રીતે અહેસાસ અનુભવ્યો.

    બાકી જીવનમાં ખુશી અંતરમાં હમેશા અનુભવું છું.

    જય શ્રી કૃષ્ણ

Leave a reply to Nitin Vyas જવાબ રદ કરો