ફટકો

,

નદીનું વહેણ ક્યારે દીશા બદલતું જોયું છે ? પર્વતમાંથી નિકળે સમુદ્ર તરફ વહે. ન

ખબર હોય તેને દીશાની કે ન ચિંતા તેને ગતિની ! એ પ્રેમ સનાતન છે. સૂરજના ધોમ

ધખતા તાપમાં અસ્તિત્વ મિટાવશે પણ રાહ તેનો કદી ન બદલાય ! વર્ષા ઋતુ સદા

મહેરબાન હોય છે. હિમાલયમાંથી ઉદ્ભવ થતી નદી તો અખૂટ પાણી સદા પામે છે.

આજુબાજુ હરિયાળીથી સોહાય છે. મીઠા પાણીમાં જળચર વિહરે છે. પશુ , પક્ષી કે

માનવી તે જલથી તૃપ્ત થાય છે.

નદીને ‘માતા’નું ઉપનામ આપનારની દૃષ્ટિ અને દિમાગને ધન્ય છે. તાજા જન્મેલા

બાળકની માતા જે રીતે કાળજી કરે છે એમ ‘નદી’ આપણને સહુને પાળે છે. ગરીબ,

તવંગર, ઊંચ, નીચ નાના યા મોટા જુવાન અથવા વૃદ્ધ સહુ તરફ એક સરખો પ્યાર

વહાવે છે. જીવન જરુરિયાતની દરેક ચીજોને પ્રેમથી આપે છે. બદલામાં કોઈ આશા

યા અપેક્ષા નથી. સ્વચ્છતાની ગુરુ નદી પીવાનું નિર્મળ અને મધુર પાણી આપે છે,

જે પીવાથી સમસ્ત ચેતન જગ્રત સંતોષનો ઓડકાર ખાય છે. નદીના ગાઈએ એટલા

ગુણગાન ઓછા છે. જીવનમાં આપીને સદા મુક્તપણે વહ્યા કરે છે. કશું પાછું પામવાની

આશા સેવતી નથી.

માનાવ આવી નદી પાસેથી તું કશું ન શીખ્યો ? તારાથી કરેલા કાર્યના બણગાં ફુંક્યા વગર

રહેવાતું નથી. અપેક્ષા સદા કાર્ય સાથે સંકળાયેલી હોય છે. જો તું અપેક્ષા વગર પણ કાર્ય

કરીશ તો આ દુનિયા માનશે નહી. સાચું કહું છું, જેવી તે વ્યક્તિ હોય એવી સામેવાળીને

ધારી લે છે. એની કોઈ દવા નથી. યાદ રાખવું આવશ્યક છે, “કોઈ પણ કાર્ય તું જગતને

બતાવવા કે સારો દેખાવા નથી કરતો. તને આત્મ સંતોષ મળે છે. તારા જીવનની યથાર્થતા

સમજાય છે.

માત્ર તું અંદરથી યા બહારથી વર્તનમાં બદલાઈશ નહી. દુનિયાના ચશ્મા બદલવાની તારી

ક્ષમતા નથી. તારો માર્ગ કઠીન છે. તારામાં હિંમત છે. કારણ સરળ છે. તને સર્જનહારમાં સંપૂર્ણ

વિશ્વાસ છે. એ શ્રદ્ધા અને વિશ્વાસ અંતિમ શ્વાસ સુધી ટકાવવાની તારી ઈચ્છા પૂર્ણ થશે. જ્યારે

પણ નિરાશા સાંપડે ત્યારે ગંગા નદીનું સુમિરન કરજે. ગોકુળમાં વહેતી જમુના નદીના કિનારે

પહોંચી જજે. તું નિર્ભય થઈશ.

વહેણ નદીનું હોય કે જીવનનું એકધારું વહેતું રહેવાનું. તેને પોતાના ગંતવ્ય સસ્થાને પહોંચવું

જરૂરી ખરું. કિંતુ ક્યારે અને કઈ હાલતમાં એ પેલા સર્જનહારને ખબર. નદી ધસમસતી પહોંચે

કે નાની નીક જેવી. ધોમધખતા તાપમાં પાણી સૂકાઈ પણ ગયું હોય!

જીવનનું પણ એવું કંઈક કહી શકાય. ક્યા સોફામાં બેઠા બેઠા પહોંચાય કે રસ્તામાં અકસ્માતમાં

રામ બોલો ભાઈ રામ થઈ જાય. ભગવાન કરે ને હોસ્પિટલમાં લાંબો સમય રહીને પીડાઈને પહોંચીએ.

એ કરેલા કર્મો પ્રમાણે થાય.

જીવનનું વહેણ રાહ બદલે અને ભટકી જાય ત્યારે યાદ રાખવું ક્યાં ગોથું ખાધું ? વહેણ સાથે કૂડો

કચરો પથ્થર, તણખલા બધું ભળશે , બાજુમાં ખસેડતી જાય છે. પોતાની પવિત્રતા જાળવે છે.

માનવી, જીવનના વહેણમાં લાલચ, લોભ, ઈર્ષ્યા, અપેક્ષા, અસત્ય બધું આવી મળશે. તું જો

ભરમાયો તો ગયો ! સ્વાર્થને મહત્વ આપ્યું ? અપેક્ષાના મહેલ ચણ્યા ! ગોટાળા કરતા લપસી

પડ્યો. આ ટાણે સજાગ રહેવું જરુરી મોડું થાય એ પહેલા સત્યના માર્ગે પ્રયાણ આદરવું.

દુનિયા તો તમને શાંતિથી જીવવ નહી દે ! તમારી જીદગીને તમારે કંડારવાની છે. “લોક શું કહેશે ?”

એ વાકય સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવું. વરના જીંદગી જીવવી અસહ્ય બનશે. બોલ તામારા

કોર્ટમાં છે, કેવો ફટકો મારવો એ નક્કી કરજો !

2 thoughts on “ફટકો

  1. સુંદર લેખ.
    ‘તમારી જીદગીને તમારે કંડારવાની છે. “લોક શું કહેશે ?” વાતે યાદ આવે સંત વચન…
    લોકાગ્રે વિચરનારો લૌકિક જનોનો સંગ કરીશ તો તારી પરિણતિ પલટી જવાનું કારણ થશે. જેમ જંગલમાં સિંહ નિર્ભયપણે વિચરે તેમ તું લોકથી નિરપેક્ષપણે તારા પરાક્રમથી — પુરુષાર્થથી અંદર વિચરજે. લોકોના ભયને ત્યાગી, ઢીલાશ છોડી, પોતે દ્રઢપુરુષાર્થ કરવો. ‘લોક શું કહેશે’ એમ જોવાથીચૈતન્યલોકમાં જઈ શકાતું નથી. સાધકને એક શુદ્ધઆત્માનો જ સંબંધ હોય છે. નિર્ભયપણે ઉગ્ર પુરુષાર્થ કરવો, બસ! તે જ લોકાગ્રે જનાર સાધક વિચારે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: